RTO નો નવો નિયમ : જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે, હવે કોણ કરશે તે પણ જાણી લો
ગુજરાતના નાગરિકો પર વધુ એક બોજ પડશે. RTO માં એક મોટો નિર્ણય લેવાયો છે, જેમાં હવે જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં, આ કામ હવેથી વાહન ડીલરો કરશે. આરટીઓના નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે. નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે. ડીલરોએ સર્વિસ ચાર્જ ઉમેરતા પ્લેટ બદલવાનો ખર્ચ વધશે.
સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. એટલુ જ નહિ, નંબર પ્લેટ બદલવા માટે વાહન ડીલરો બે-બે ધક્કા ખવડાવશે. જ્યારે કે, RTO માં ઓનલાઈન અપોઈન્ટમેન્ટથી એક દિવસમાં કામ થઈ જતું હતું.
RTO કચેરીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનું કામ બંધ કરવા વાહન વિભાગે આદેશ કર્યો છે. હવે વાહનની નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, ફિલ્મ દૂર થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો RTO કચેરીમાં કામ નહીં થાય. પરંતુ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે.