ટંકારા તાલુકાના હડમતિયા ગામના રહીશ સુલેમાનભાઈ સુમારભાઈ હાલા ઉંમર : ૯૬ વર્ષ નું પેંડા ખવડાવી સાથે હાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

હાલ ફોજી સુલેમાનભાઈ નિવૃત છે. તેના એકના એક પુત્ર કાસમભાઈ ખેતીકામ કરી પેટ્યુ રળી રહ્યાં છે.  તેઓ યાદદાસ્ત પણ ગુમાવી બેઠા છે. આ માહિતી તેમના પુત્ર કાસમભાઈ એ આપી છે. તેઓ 1965 અને 1971 પાકિસ્તાન પંજાબ બોર્ડર હતા ત્યારે એલ.એમ.જી ગન મશીન લડાઈ લડી હતી. તેમના પુત્ર કાસમભાઈ પણ જન્માષ્ટમીના દિવસે ભગવાનના રથના સારથી બની રથ ચલાવે છે.
 

૧૫ ઓગષ્ટના દિવસે અને ૭૭ મા સ્વતંત્રતાપ્રર્વના દિવસે ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા, નિલેશભાઈ પટ્ટણી, ભાવિન સેજપાલ, હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા એ પેંડા ખવડાવી સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું
 

You Might Also Like