ફેબ્રુઆરીથી માર્ચ સુધી માવઠાના માર બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગરમી જોર પકડી રહી છે. સોમવારે રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. જ્યારે 41.0 ડિગ્રી સાથે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ ગરમી પડી હતી. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન પ્રથમવાર અમદાવાદનું મહત્તમ તાપમાન 9 એપ્રિલે 40.2 ડિગ્રી અને 10 એપ્રિલે 41.0 ડિગ્રી પહોંચ્યું છે. આ પહેલાં વર્ષ 2020માં 5 એપ્રિલે ગરમીનો પારો 40.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.

આ ચોમાસે સામાન્ય વરસાદની શક્યતા 25%, ‘દુષ્કાળ’ની આશંકા 20% -સ્કાયમેટ

આ વર્ષે એપ્રિલથી મે દરમિયાન ભીષણ ગરમી પડી શકે છે. અને જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસા દરમિયાન વરસાદ પણ ઓછો પડવાનું અનુમાન છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સોમવારે જાહેર કરેલા અહેવાલ અનુસાર આ વર્ષે લૉન્ડ પીરિયડ એવરેજ (એલપીએ)ના 94 ટકા વરસાદ શક્ય છે. સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે.  90થી 96 ટકાને સામાન્ય અને 104 થી 110 ટકાને સામાન્યથી વધુ વરસાદ માનવામાં આવે છે. આ વર્ષે 110 ટકાથી વધુ વરસાદની શક્યતા નહીવત છે. 90 ટકાથી ઓછા વરસાદની શક્યતા આ વખતે 20 ટકા છે. જ્યારે સામાન્યથી ઓછા વરસાદની શક્યતા 40 ટકા છે.

  • 90થી 96 ટકાને સામાન્ય વરસાદ
  • 104 થી 110 ટકાને સામાન્યથી વધુ વરસાદ

You Might Also Like