"ટીંબડી પ્રાથમિક શાળા અને દલસાણિયા પરિવારનું ગૌરવ"
ગ્લોબલ એમ્પાયર ઇવેન્ટ અને બીઝ નેશન ટીવી દ્વારા દર વર્ષે સમગ્ર એશિયા ખંડમાંથી વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય અને ઉત્કૃષ્ટ યોગદાન અને સેવાઓ માટે આઈકોન્સ ઓફ એશિયા એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

જે અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે સમગ્ર એશિયા ખંડમાંથી મોરબીના ટીંબડી પ્રાથમિક શાળાના શિક્ષક કમલેશભાઈ દલસાણીયા ની પસંદગી થતા સમગ્ર શિક્ષણ જગત હર્ષની લાગણી અનુભવે છે. તારીખ 29/ 7/2023 ના ન્યુ દિલ્હી વેલકમ હોટલમાં આયોજિત સન્માન સમારંભમાં કમલેશભાઈ ને આઇકોન્સ ઓફ એશિયા -2023 એવોર્ડ આપી સન્માનિત કરેલ છે.

પસંદગીના માપદંડો અને અન્ય પરિમાણોને પૂર્ણ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી ટીંબડી પ્રાથમિક શાળા તેમજ દલસાણીયા પરિવારનું ગૌરવ વધારનાર કમલેશભાઈને શુભેચ્છકો, શુભચિંતકો શુભેચ્છાઓ પાઠવી ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે.