મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી ની વરણી
આજ રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ જનરલ સભા રાણેકપર ખાતે નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઘનશ્યામભાઈ દેથરીયાસાહેબના અધ્યક્ષસ્થાને યોજાય. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે દિનેશભાઇ હુંબલની બિનહરીફ વરણી કરવામાં આવેલ. તેમજ જિલ્લા સંઘના પ્રમુખના હોદ્દાની સતાની રૂએ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે પ્રફુલભાઈ નાયકપરાની વરણી કરવામાં આવી. બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન