રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના જાહેર કરવામાં આવી છે ત્યારે આ યોજનાના વિરોધમાં રાજ્યના TET/TAT પાસ ઉમેદવારો લડત ચલાવી રહ્યા છે. ત્યારે ટંકારાના TET/TAT પાસ ઉમેદવારોએ ધારાસભ્ય દુર્લભજી ભાઈ ને લેખિત રજૂઆત કરીને TET/TAT પાસ ઉમેદવારોની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવા અને જ્ઞાન સહાયક યોજના રદ કરવા માંગ કરી છે.

TET/TAT પાસ ઉમેદવારોએ જણાવ્યું છે કે, જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ અને રાજ્યના વર્તમાન TET/TAT પાસ બેરોજગાર ઉમેદવારો પર અસર થશે. વર્ષોથી મહેનત કરતાં TET/TAT પાસ ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે તેથી કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્ય દુર્લભજી ભાઈ સમક્ષ કરવામાં આવી છે.

You Might Also Like