નવી શિક્ષણ નીતિ અનુસાર બાલવાટિકાનો પ્રારંભ કરાયો છે. જેને લઇને ગઈકાલે એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં કે.જી.(બાલવાટિકા)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ GR (જનરલ રજીસ્ટર) માં નામ ચડાવવા આદેશ કરાયો છે. જેને લઇને હવે આ વિદ્યાર્થીઓ શાળા છોડશે ત્યારે LC પણ આપશે.

અત્યાર સુધી કે.જી. વિભાગની કોઈ જગ્યાએ નોંધણી કરવામાં આવતી ન હતી જેને લઇને ઘરે ઘરે બિલાડીના ટોપની જેમ કીડ્સ શરૂ કરવામાં આવ્યા હતા. માત્ર શાળાઓને જ GR ચડાવવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇને હાલ કિડ્સ ચડાવતા સંચાલકો અસમંજસમાં છે. શાળા સિવાય અન્ય જગ્યાએ kids માં જતા વિદ્યાર્થીઓને GR માં નામ કઈ રીતે ચડાવવા તેની હાલ સુધી કોઈ સ્પષ્ટીકરણ કરાયું નથી.

तुकांत शब्द खेल गतिविधि बाल वाटिका , बाल वाटिका गतिविधि balvatika ,bal  vatika , चहल कार्यक्रम | तुकांत शब्द खेल गतिविधि बाल वाटिका , बाल वाटिका ...

છ વર્ષ પૂર્ણ થયા તે વિદ્યાર્થીઓ જ પહેલા ધોરણમાં આવશે આ નિયમને લઈને હાલ બાલવાટિકા શાળાઓમાં હાઉસફૂલ છે. ત્યારે હવે કિડ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ શાળા તરફ દોટ મૂકે તો નવાઈ નહિ.

પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તે વિદ્યાર્થીઓના નામ પ્રાથમિક વિભાગના GR માં ચડાવવા આદેશ કરાયો છે. જેને લઈને ૩૧ મે ૨૦૧૮ પહેલા જન્મેલા બાળકોના નામ GR માં ચડાવી શકાશે.

You Might Also Like