કૃષિ રાહત પેકેજના ઓનલાઈન કામગીરી માટે સમય મર્યાદા વધારવા રજૂઆત
જય ભારત સાથ જણાવવાનુ કે સરકાર દ્વારા ખાસ ક્રુષિ રાહત પેકેજ જાહેર કરવામા આવ્યુ છે ખુબ સારી બાબત છે અમો ભારતીય કિસાન સંઘ તે આવકારીયે છીએ આપણી સરકાર ખેડુત માટે હર હમેશ સારા નિર્ણય કરે છે આજ રોજ સરકાર દ્વારા ખાસ ક્રુષિ રાહત પેકેજ – ઑગસ્ટ અને સપ્ટેમ્બર – ૨૦૨૪ માસમા થયેલ ભારે વરસાદ ના કારણે થયેલ પાક નુકશાન અન્વયે “ખાસ ક્રુષિ રાહત પેકેજ – ૨૦૨૪” રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામા આવેલ છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઑનલાઇન અરજિઓ મેળવવા માટે તા. ૨૫/૧૦/૨૦૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ સુધિ ખુલ્લું મુકવામા આવશે.પણ અમો મોરબી જીલ્લા નો સર્વે જોતા એવુ લાગે છે કે આ કામગીરી માટે પાંચ દિવસમા પુર્ણ કરવાની કામગીરી શક્ય નથી કારણ એક દિવસ મા 50 ફોર્મ ભરી કાય તો 5 દિવસમા 250 ફ્રોમ ભરાય એક ગામ મા 400 ખેડુત હોય તો 8 દિવસ તો લાગે તો આ જોતા એવું લાગે છે કે જો અપણા દ્વારા આ બાબતે થોડો અભ્યાસ કરિને તારીખ મા વધારો કરવામા આવે તો સારી અને સચોટ કામગીરી કરી શકાય
મોરબી જીલ્લામા સરકારી આકડા પ્રમણે નુકશાની ખેડુત નો આકડો - 1,50,000 /- તો
150000/5= ૩૦૦૦૦ એક દિવસમા નિકાલ કરવો મુસ્કેલ છે કારણ કે તલાટી મંત્રી નો વાવેતર નો દાખલો મેળવો એક તલાટી પાસે ૩ ગામ નો ચાર્જ હોય છે અને દિવાળી નો તહેવાર હોવાથી રજા પણ હોવાથી તલાટી આ પાંચ દિવસમા એક વાર આવે તો ખેડુત ને દાખલા વગર ફોર્મ ભરી પણ ના શકાય તો આ દિવસમા વધારો કરવામા આવે તો ખેડુત ની કામગીરી સારી રીતે કરી શકાય
હાલ કમોસમી વરસાદ ઘણા વિસ્તારમાં પડેલ છે. પાક માં હાલ સોયાબીન, મગફળી અડદ, મગ જેવા પાકો માં સીઝન ની શરૂઆત હતી તેવામાં પાછોતરો વરસાદ પડવાને કારણે ખેડુતો પોતાનો પાક સારી રીતે લઇ શક્યા નથી અને સાવ નાશ પામેલ છે તેથી ખેડુતો ને ઘણી મુશ્કેલી ની સાથે આર્થિક સંકટ ઉભુ થયેલ છે. તો અમારી આપશ્રી સાહેબ ને નમ્ર વિનંતી છે કે આપના દ્રારા વિભાગને યોગ્ય કાર્યવાહી કરવાના જરૂરી આદેશ કરવામાં આવે કે અને સર્વે કરાવી આ પેકેજ સાથે જ નવુ સર્વે કરી બાકી રહી ગયેલ નુક્શાનીનુ તત્કાલ વળતર આપવામાં આવે તેવી અમારી ભારતીય કિસાન સંઘ ની ખાસ રજુઆત છે.
આ દિશામાં કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી છે.
ડિજિટલ ગુજરાત પોર્ટલ આજ સવારનુ સર્વર બંધ છે તો આજ નો દિવસ પુરો થય ગયો..