વાંકાનેરના પંચાસર રોડ ના બે સ્થળ પર પોલીસ દ્વારા પડાયા દરોડા, 15 જુગારી ઝડપાયા
વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધરમનગર અને નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં સીટી પોલીસ ટીમે બાતમીને આધારે જુગાર અંગેના બે અલગ અલગ દરોડા પાડતા 15 જુગરીઓ ઝડપાઇ ગયા હતા.
વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે પંચાસર રોડ ઉપર આવેલ ધરમનગરમા દરોડો પાડી આરોપી વશરામભાઇ નાજાભાઇ દેગડા, ભાવેશભાઇ દિનેશભાઇ મકવાણા, મંગલભાઇ રાજુભાઇ ગાંગડ, શૈલેશભાઇ જેસાભાઇ કોબેયા, મયુરભાઇ મગનભાઇ સોલંકી અને સુરેશભાઇ વશરામભાઇ દેગડાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી યશભાઇ વિવેકભાઇ મારુ, યશભાઇ પ્રકાશભાઇ બારભાયા, દિપાભાઇ રમેશભાઇ દાદલ, બુરાનભાઇ હુશેનભાઇ હાથી, નિકુંજભાઇ સંજયભાઇ સોઢા, અજીજભાઇ મુસ્તુફાભાઇ સરાવાળા, ઋસીભાઇ વિનેશભાઇ જોબનપુત્રા, લાલાભાઇ વજેરામભાઇ મઢવી, અને ઓમભાઇ વિવેકભાઇ મારુને રોકડા રૂપિયા 13,750 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.