વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં રૂપિયા ૨૦૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-૩ના પેકેજ ૮ તથા ૯, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે. અહીં તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે.  વડાપ્રધાન આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થશે.

રાજકોટ ( હિરાસર) ઇન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ પીએમ હસ્તે લોકાર્પણ થશે. રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરાશે.

New Rajkot Hirasar Airport: Opening & Status Update [2023]

૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોટીલા પાસે હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ ભૂમિપૂજન થયું હતું. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ.

સમગ્ર એરપોર્ટ સંકુલ ૨૫૩૪ એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે ૧૪ વિમાનની પાર્કિંગ ક્ષમતા. એરપોર્ટ જનરલ મેનેજર સુનિલકુમાર શર્માએ જણાવ્યું હતુ કે, આ એરપોર્ટર સૌરાષ્ટ્રમાં આવેલા તમામ એરપોર્ટ કરતા અલગ છે.

અહીં એક સાથે ૧૨થી ૧૪ વિમાન એક સાથે પાર્ક થઇ શકશે. અહીં વરસાદી પાણી ભરવાની કોઇ સમસ્યા થશે નહી. કારણ કે એરપોર્ટ નિચે ૭૦૦ મિટર લાંબી લાઇનો નાખી છે . જેના પગલે આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાશે. આગામી ભવિષ્યને ધ્યાનમાં રાખી એરપોર્ટ તૈયાર કરાયું છે. વેઇન્ટિગ લોન્ચ થી લઇ તમામ સુવિધાઓ ઉભી કરાઇ છે. સૌરાષ્ટ્ર પ્રશ્ન ગ્રીન ફિલ્ડ એરપોર્ટ રહેશે.

You Might Also Like