PM મોદીના જબરા ફેનઃ સુરતના આર્કિટેક્ટે 7200 હીરાથી પીએમનો ફોટો બનાવ્યો, જન્મદિવસે કરશે ગિફ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આવે છે. પીએમના સમર્થકો અને ચાહકો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પીએમના જન્મદિવસની ઉજવણી કરે છે. આ વખતે વડાપ્રધાન તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
સુરતના આર્કિટેક્ટ એન્જિનિયર વિપુલ જેપી વાલા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. વિપુલ જેપી વાલાએ પીએમના જન્મદિવસ માટે 7,200 હીરા જડિત પોટ્રેટ બનાવ્યું છે. તેઓ તેને પીએમ મોદીને તેમના 73માં જન્મદિવસ પર ગિફ્ટ કરવા માંગે છે.