વ્યાજખોરીમાં છેલ્લા 10 વર્ષમાં મોરબી જિલ્લાના પાટીદારોએ રૂ.5000 કરોડ ગુમાવ્યા : મનોજ પનારા
શનાળા ખાતે પાટીદાર યુવા સેવા સંઘની બીજી બેઠક મળી : ઓનલાઈન ગેમિંગ બંધ, ધૂમબાઈક ચાલકો સામે કાર્યવાહી, પાટીદારો સામેની ફરિયાદમાં યોગ્ય તપાસ, પટેલ કન્યા છાત્રાલય અને અન્ય કોલેજો બહાર સઘન પોલીસ પેટ્રોલિંગ તેમજ રવાપર રોડ-એસપી રોડ ઉપર લુખ્ખાઓના અડ્ડા બંધ કરાવાની માંગ
મોરબીના શનાળામાં આવેલ પટેલ સમાજવાડી ખાતે
પાટીદાર યુવા સેવા સંઘની બીજી બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા. આ બેઠકમાં મનોજભાઈ પનારાએ દાવો કર્યો હતો કે વ્યાજખોરીમાં છેલ્લા 10 વર્ષમાં મોરબી જિલ્લાના પાટીદારોએ રૂ. 5000 કરોડ ગુમાવ્યા છે. જેથી હવે સંગઠન એકતા દાખવી 12 જ મહિનામાં મોરબીને ચોખ્ખું ચાંદી જેવું બનાવશે. આ બેઠકમાં પાંચ માંગણી અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો.
મનાજભાઈ પનારાએ આ બેઠકમાં જણાવ્યુ હતુ કે હાઈકાટના પાટીદાર સમાજના વકીલોના પણ ફોન આવી રહ્યા છે કે ક્યાંય જરૂર હોય તો કહેજો. આમ વકીલોનો સારો સ્પોર્ટ છે. મારી રાજકીય કારકિર્દી જે હોય તે, પણ વચન આપું છું કે સમાજને ક્યારેય નીચું જોવા નહીં દવ. પાર્ટીનું કામ તો ઘણા કરશે. મારા સમાજને મારી જરૂર છે. જે સમાજમાં જન્મ્યો તે સમાજના યુવાનોની આટલી પીડા હોય અને હું રાજકીય ગીત ગાયા રાખું તો હું મનોજ પનારા ન કહેવાય. સમાજને મારી જરૂર છે એટલે હું રાજકારણને સાઈડમાં મૂકીને લડવા નીકળ્યો છું.
તેઓએ ઉમેર્યું કે સંગઠન બન્યાને દોઢ મહિનો થયો અને ત્યાં કરોડો રૂપિયા માફ થઈ ગયા છે. કેટલાય એવા લોકો અહીં બેઠા છે. જેના દેણા ઉપર બોલાવી બોલાવીને લીટા મારી દેવામાં આવ્યા છે. અનેક કિસ્સાઓમાં પોલીસમાં અરજી દીધી છે. પોલીસ તંત્રએ પણ સહકાર આપ્યો છે. પણ પોલીસ પાસે જે અપેક્ષા છે તે ગતિમાં કામ થઈ રહ્યું નથી. હજુ ઝડપી કામ થવું જોઈએ. અમુક પાટીદાર યુવાનો જે વ્યાજનો ધંધો કરતા હતા તેઓએ પણ આ લડાઈ શરૂ થતાં પાણી લઈ લીધું કે આજથી વ્યાજ વટાવનો ધંધો બંધ.
મનોજભાઈએ કહ્યું કે ગામમાં દારૂની દુકાન શરૂ થાય તો ગામવાળાને સમજાવવા ન જવાઇ. દુકાન જ બંધ ક૨ાવી દેવાય. અમે એ કર્યું છે. હવે કોઈને 10 કે 20 ટકે પૈસા જોતા હોય તો મળે જ નહીં. આબરૂ ની પાટીદાર સમાજે વ્યાજખોરીમાં મોરબી જિલ્લામાં 10 વર્ષમાં 50 કરોડ ગુમાવી દીધા છે. એક ગામ એવું નહિ હોય જેમાં આ વ્યાજખોરો 5 વિઘાથી લઈ 100 વિઘા સુધીની જમીન ખાઈ ગયા
સમાજના યુવાનો માટે હું 500 લુખ્ખાઓની સામે પડ્યો છું
મનોજભાઈ પનારાએ જણાવ્યું કે અત્યારે એક ભાઈ તેના સગા ભાઈના જામીન પડવા તૈયાર થતો નથી. આવી સ્થિતિમાં સમાજના યુવાનો માટે હું 500 લુખ્ખાઓની સામે પડ્યો છું. કોઈને મનમાં હોય કે તેઓ આ કામ કરી શકે છે તો આ પાઘડી અત્યારે જ તેમને પહેરાવી દેવી છે. આપણે બહુ મોટુ સાહસ કરી મોટી લડાઈ માટે નીકળ્યા છીએ એટલે આ સંગઠન 12 મહિના ટકાવી દયો. મોરબી ચોખ્ખું ચાંદી જેવું થઈ જશે.
પાટીદારો હવે દુધણી ગાય નથી રહ્યા, હવે સિંહનું સ્વરૂપ લઈ લીધું છે
મનોજભાઈ પનારાએ જણાવ્યું કે ઘણા લોકો પાટીદારોને દુધણી ગાય સમજીને દોહતા જાય છે.આ દોહવાની પ્રવૃત્તિ જે કરી રહ્યા છે એને કહેવું છે કે હવે આ ગાય કે બકરી નથી. હવે સિંહનું સ્વરૂપ લઈ લીધું છે. દોહવા વાળાની શુ હાલત થશે તે આગામી દિવસોમાં બતાવીશું. પાટીદારો ઉપર ખૂબ ખોટી ફરિયાદો કરવામાં આવે છે. મોટાભાગની પૈસા પડાવવા માટે કરવામાં આવે છે. પોલીસને અપીલ છે કે સત્ય તપાસી એફઆઈઆર લેજો. જો ખરેખર પાટીદાર યુવાને ગુનો કર્યો હોય તો તેને છોડતા નહિ. અમારી એવી જરા પણ અપેક્ષા નથી કે તેને બચાવવો. પણ ગુનો ન કર્યો હોય, માત્ર આબરૂ જવાની બીકે તે ફસાઈ જાય એવું ન થવું જોઈએ. આવા કિસ્સામાં ફરિયાદી અને તંત્ર બન્ને યુવાનને દોહી લ્યે તે બંધ થઈ જવુ જોઈએ.
સગાઈ બાદ જમાઈની સાથે ફરિયાદ કરવા જનાર વેવાઈનું અને સન્માન કરીશું
મનોજભાઈ પનારાએ જણાવ્યું કે આબરૂ જ સમસ્યા છે. આબરૂ જવાની બીકે જ યુવાનો અને તેના પરિવારો પીસાતા જાય છે. આજે નહીં તો કાલે જે છે તે સામે આવવાનું જ છે. તો શું કામ ભોગવી રહ્યા છો. ખાસ કરીને સગાઈ થઈ હોય ટાણું જોઈને જ કારસા ઘડવામાં આવે છે. આવા કિસ્સામાં વેવાઈએ પણ સાથે રહેવું જોઈએ અને ४ રાસે ફરિયાદ કરાવવી જોઈએ. જે વેવાઈને સમજાવવા પડે તેમ હોય ત્યાં અમે આવીશું. સાથે મળી જે વેવાઈ ફરિયાદ કરાવવા
