મોરબીમાં પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ પરિણીતાનું મૃત્યુ
મોરબી શહેરના સાવસર પ્લોટમાં આવેલ જનની હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલા સોનલબેન કિશનભાઈ કવાડિયા ઉ.28 રહે.ધર્મવિજય રેસિડેન્સી, કન્યા છાત્રાલય રોડ, મોરબી નામના પરિણીતાનું કોઈ કારણોસર જનની હોસ્પિટલમાં જ મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.