આજ રોજ તા. ૧૭/૧૦/૨૦૨૩ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે જબલપુર ખાતે આવેલી શ્રી ઓમ વિધ્યાલયમાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૬૦ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર સિણોજીયા ક્રિષા ,તથા દ્રિતીય ક્રમ પર દુબરીયા વાણી, તથા તૃતીય નંબર પર ચારોલા મેક્સ એ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે,વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં, આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેશ.કે,  મ.પ.હે.સુ એમ.એસ.મોસત , મ.પ.હે.વ જયદીપ ગોહિલ, પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી રાજલ  અઘારા તેમજ શાળા સંચાલક યોગેશભાઈ ઘેટિયા તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

You Might Also Like