ધોરણ - 5 થી 8 માં બે વિષયમાં 35% કરતાં ઓછા ગુણ હશે તો વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પાસ કરી બઢતી આપવામાં નહીં આવે.

અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા એવો પરિપત્ર કરવામાં આવ્યો હતો કે એક થી આઠ ધોરણ એટલે કે પ્રાથમિક વિભાગમાં કોઈપણ વિદ્યાર્થીને નાપાસ કરી શકાય. બાળકનો શૈક્ષણિક પ્રોગ્રેસ કોઈપણ થયો હોય તો કોઈપણ સંજોગોમાં બાળકને આગળના ધોરણમાં બઢતી આપવામાં આવતી હતી. આ નિયમની વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાના સમય દરમિયાન નિયમમાં ફેરફાર કરવાની વિચારણા ચાલુ હતી પણ કોરોનાના સમય દરમિયાન તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો, જેને લઇને હાલ ધોરણ - 5 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈ પણ બે વિષયમાં 35% કરતાં ઓછા ગુણ મેળવશે તો તે વિદ્યાર્થીને આગળના ધોરણમાં પાસ કરી બઢતી આપવામાં નહીં આવે તેવો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

You Might Also Like