રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું ગણેશ મહોત્સવને લઇને જાહેરનામું, કરવું પડશે આ નિયમનું પાલન
ગણેશ ઉત્સવની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઇ રહી છે. જો કે તેને લઇને તૈયારી અત્યારથી શરૂ થઇ ગઇ છે. ગણેશ ઉત્સવને લઇને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
ગણેશ મહોત્સવનો પ્રારંભ 18 સપ્ટેમ્બરથી થાય છે.જેને લઇને તૈયારી બહુ પહેલાથી શરૂ થઇ જાય છે. ગણેશ મહોત્સવને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે.જે મુજબ 9 ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિ બનાવવા, વેચવા કે સ્થાપના કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કે વેચાણ પણ નહીં કરી શકાય. ગણેશ વિસર્જન નક્કી કરાયેલા સ્થળો સિવાય અન્ય કોઈ જગ્યાએ નહી કરી શકાય. ગણેશ પંડાલોમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો ફરજિયાત રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

ગણેશ ચતુર્થી 2023 તારીખ ક્યારે છે?
હિંદુ કેલેન્ડર મુજબ, ભાદ્રપદ મહિનાની શુક્લ ચતુર્થી 18 સપ્ટેમ્બરે બપોરે 02:09 થી શરૂ થશે અને 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 03:13 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, 19 સપ્ટેમ્બર 2023 મંગળવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. ગણેશ મહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે.
ગણેશ ચતુર્થીનું પૂજા મુહૂર્ત
પંચાંગમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશ ચતુર્થીના દિવસે મધ્યાહ્ન પૂજાનો સમય સવારે 11 થી 01:26 સુધીનો રહેશે. આ ખાસ દિવસે રવિ યોગ બની રહ્યો છે, જે સવારે 06:08 થી બપોરે 03:18 સુધી રહેશે. આ સાથે આ દિવસે સ્વાતિ નક્ષત્રની રચના થઈ રહી છે જે બપોરે 3.18 વાગ્યા સુધી રહેશે.

ગણેશ મહોત્સવની પૂજા વિધિ
- ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, પૂજા સ્થળને સાફ કરો. ધ્યાન કરો.
- ત્યારપછી શુભ મુહૂર્તમાં પૂજા સ્થાન પર પીળા કે લાલ કપડાનું સ્થાપન આપો. મંત્રોના જાપ સાથે ભગવાન ગણેશની સ્થાપના કરો. આ પછી ભગવાન ગણેશની વિધિવત પૂજા કરો.
- આ પછી ભગવાન ગણેશને હળદર, ચંદન, સિંદૂર, કુમકુમ, નાડાછડી, દુર્વા, ફળ, ફૂલ અને માળા અર્પણ કરો.
- ભગવાન ગણેશને ભોગ તરીકે મોદક અથવા લાડુ અર્પણ કરો અને અંતે આરતી સાથે પૂજાની સમાપ્તિ કરો.