રાજ્યભરમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યના 32 જિલ્લામાં યોજાનારી પરીક્ષાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે. આજે રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે બપોરે સાડા બાર વાગ્યે યોજાશે. પરંતુ ઉમેદવારોએ પોણા બાર સુધી પરીક્ષા કેન્દ્રની અંદર પહોંચી જવું પડશે. 12 વાગ્યા બાદ સેન્ટર પેર વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે, પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોનું વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે. 

You Might Also Like