પોલીસ ખાતામાં વર્ષે ગૃહ વિભાગ દ્વારા નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે : હર્ષ સંઘવી
ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાઈ તેવું આયોજન.
સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
ઉનાળા પછી લેવાશે પ્રેક્ટિલ પરીક્ષા
આજે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી. તેઓએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. બેરોજગારી માં થશે ઘટાડો અને યુવાનોને મળશે રોજગારી.