નવસારીમાં બે બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 15 લોકો થયા ઘાયલ
ચીખલી ફડવેલ માર્ગ પર સર્જાયો અક્સ્માતા 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્તા થયા હતા. પીપલખેડ જતી મીની બસ અને ઉમરાકુઇ જતી ST બસ વચ્ચે ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

બસમાં સવાર 15 થી વધુ મુસાફરો ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી.
અકસ્માતની જાણ થતા ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલોની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી. ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે એની તબીબો સાથે ચર્ચા કરી આપી સૂચના