પહાડોની પરી મોરબીની મહિલા પોલીસ ભૂમિકાબેન ભૂત
ગુજરાત પોલીસનું ગૌરવ:- પ્રથમ વખત ગુજરાતના પોલીસ વિભાગમાંથી મહિલા કોન્સ્ટેબલ એવરેસ્ટ સર કરવા સજ્જ
ગુજરાત અને મોરબીની ભૂમિ એટલે બહુ રત્ના વસુંધરા આ ભૂમિમાં એવું સત્વ અને તત્વ પડેલું છે,લોકો કંઈક ને કંઈક નવું નવું સાહસ કરતા રહેતા હોય છે ત્યારે આજે મહિલાદીનની નિમિત્તે વાત કરવી છે,ગુજરાત પોલીસનું ગૌરવ અને પહાડોની પરી ભૂમિકા ભૂતની.મોરબી મહિલા પોલીસ બેડા ફરજ બજાવતી ભૂમિકાનો જન્મ મોરબીના ચાંચાપર ગામે થયો હતો,દુર્લભજીભાઈ ભૂત એક ખેડૂત હોય ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરી અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે,બી.એસ.સી. બી.ફાર્મ સુધીનો અભ્યાસ કરી, તેઓ આરોગ્ય વિભાગમાં જોડાવવાના બદલે નાનપણથી જ ખાખી વરદી પ્રત્યે લગાવ હોય પોલીસ વિભાગમાં જોડાયા, એમને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાથી સ્પોર્ટ્સની શરૂઆત કરી ગિરનારથી માંડી પોલીસ ડીજીપી કપ,ઓલ ઈન્ડિયા એથ્લેટીક્સ, ખેલ મહાકુંભ,મેરોથોન જેવી દોડ સ્પર્ધામાં 26 જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે,અને હમણાં જ જેમને વિશ્વનું આઠમા નંબરનું માઉન્ટ મનાસલુંનું આરોહણ કર્યું.અને હવે તેઓ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવા સજ્જ બન્યા છે,તાજેતરમાં જ એમનું પુસ્તક *હૈયું,હામને હિમાલય* મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ વિભાગના વડાઓના વરદ હસ્તે વિમોચન થયેલ છે,
ભૂમિકા માટે સોને મઢેલી પોલીસ વુમન,મૌતના પહાડ મનાલુ સર કરનાર,ગિરનાર આરોહણ અવરોહણ ચેમ્પિયન, ગોલ્ડન ડોટર ઓફ સિરામિક સીટી, સ્વયંસિદ્ધા,કર્મવીર જેવા સન્માન પ્રાપ્ત કરનાર ભુમિકાબેનના જીવન કવન પર આધારિત એમની રોમાંચક સાહસિક સફરની કહાની ભૂમિકાની કલમે લખાયેલ પુસ્તક *હૈયું,હામને હિમાલય* વાંચવા જેવું છે જેમાં એમને સિદ્ધિ માટે શુભારંભ, લડકી હૈ લડ શક્તી હૈ બેઝ કેમ્પ,પહાડની પૂજા,વર્તમાન જ જિંદગી,પુન:પ્રભુચરણ, દુનિયાનો છેડો વગેરે જેવા 49 ઓગણ પચાસ પ્રકરણો પોતાની બળુકી કલમે લખાયેલા આલેખાયેલા છે,એમના જ શબ્દોમાં કહીએ તો
જીવનથી રોજ કંઈક શીખું છું
અનુભવ ને શબ્દોમાં લખું છુ
સફળતાની ચાહત નથી મને
હું તો ખાલી અવસરને ઝંખું છું
ભૂમિકાબેન ભૂત આગામી 25 મી માર્ચ - ૨૦૨૩ થી વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવા અને વધુ એક સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવા સજ્જ થયા છે ત્યારે એમના માટે જરૂરી નાણાંકીય વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓ ગૃહ વિભાગ,મોરબી પોલીસ ડિપાર્ટમેન્ટ અને સિરામિક એસોસિએશન દ્વારા પુરી પાડવામાં આવેલ છે.


