મોરબીના વીરપરમાં આવેલી નાલંદા વિદ્યાલયમાં રમતોના ઉત્થાન માટે ખેલો ઇન્ડિયા સેન્ટર માટે થયા એમઓયુ
ભારત રમતગમત ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ઓલમ્પિક રમતોના ઉત્થાન માટે યુવા કાર્ય અને ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વડપણ હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ખેલો ઇન્ડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે મોરબી જીલ્લામાં વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે ખેલો ઇન્ડિયા સેન્ટરની શરૂ કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે હોકી રમત માટે ખેલો ઇન્ડિયા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. જે અંગેના એમઓયુ નાલંદા વિદ્યાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર વચ્ચે થયા છે અને નાલંદા વિદ્યાલય ખાતે હોકીનું પ્રશિક્ષણ આપીને ભવિષ્યના ખેલાડીઓ તૈયાર કરવામાં આવશે. આ તકે મેનેજિંગ ટ્રસ્ટી બચુભાઈ ગામીએ સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટીનો આભાર વ્યક્ત કર્યો છે.