અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યા બાદ તેને પટ્ટા મારવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે. આ ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના યુવાને શરીરે પટ્ટા મારી આ ઘટનાને વખોડી કાઢી છે.

તાજેતરમાં એક લેટરપેડ પર અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તે લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ લેટર કાંડમાં પોલીસે પાયલ ગોટી નામની યુવતીની ધરપકડ કરી હતી અને તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. પોલીસે પાયલ ગોટીને પટ્ટા માર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેથી ગોપાલ ઈટાલિયાએ જાહેર મંચ પર પોતાનો પટ્ટો કાઢીને પોતાને પટ્ટા માર્યા હતા.

ત્યારે મોરબીના યુવા મિતુલ કુંડારીયાએ પણ પોતાના શરીરે પટ્ટા મારી દીકરીને ન્યાય ન અપાવી શકવાનો અફસોસ વ્યક્ત કર્યો છે. વધુમાં તેને કહ્યું કે જે પટ્ટા ખાઈ શકે છે તે પટ્ટા મારી પણ શકે છે. ઉપરાંત આ યુવાને લોકોને અપીલ કરી છે કે પક્ષ જોઈને મત ન આપો. વ્યક્તિ જોઈને મત આપો.

You Might Also Like