મોરબી શહેરના સામાકાંઠે આવેલ સો ઓરડી વિસ્તારમાં રહેતા રહીશો વર્ષોથી ૨૪ મકાન અને ૧૫ પ્લોટમાં રહેતા હોય અને કોર્ટે પણ પ્લોટ ફાળવવા ઓર્ડર કર્યો છે જેથી આ મામલે વિસ્તારના રહીશોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી પ્લોટની માપણી કરીને સોપવા માટે માંગ કરી છે

સો ઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિર બાજુમાં રહેતા રહીશોએ આવેદન પાઠવી જણાવ્યું છે કે તા ૨૧-૦૭-૨૦૨૩ ના રોજ બી ડીવીઝન પોલીસ મથકેથી જણાવ્યું હતું કે અરજદારો જે જગ્યા પર રહીએ છીએ તેમાં ૨૪ મકાન અને ૧૫ પ્લોટ આવેલ છે જેમાં ગેરકાયદે કબજો કરીને રહો છો જે જગ્યા પર અરજદારો વર્ષ ૧૯૬૩ અને ૧૯૭૩ ના બે વિભાગમાં સનત થ્રુ પ્લોટ ફાળવવામાં આવેલ છે જેમાં અરજદારો પાસે સનત સીટી સર્વે રેકર્ડ કરવેરા, લાઈટ બીલ વગેરે ડોક્યુમેન્ટ છે

સનત લેન્ડ નાં વ.શી. ૨-૫૭ તા. ૩૦-૦૧-૧૯૬૩ મંજુર થયેલ છે કલેકટરના ઓર્ડરના અરજદારોને ટોટલ ૩૯ પ્લોટ આપવામાં આવ્યા છે જેમાં ૨૪ મકાનના બાંધકામ થયેલ છે અને ૧૫ પ્લોટ ખુલ્લા છે પરિવારો ત્યુઆ ૬૦ વર્ષથી રહે છે વધુમાં ૧૫ પ્લોટનો કોર્ટમાં કેસ ચાલતો હતો તેમાં પણ કોર્ટ ઓર્ડર થ્રુ અમારા પ્લોટો આપવાનો ઓર્ડર કરેલ છે જેથી ૧૫ પ્લોટ વાળી ખુલ્લી જગ્યાએ પ્લોટોની માપણી કરીને સોપવા માટેની અરજ કરી છે

You Might Also Like