40ની સ્પ્રાઇટ વહેંચાય છે 500 રૂપિયામાં, 500 ગ્રામ દ્રાક્ષ 400 રૂપિયામાં વહેંચાય છે.

હોળી પર્વની ઉજવણી હોલિકા દહન કરી સામાન્ય રીતે કરતા હોય છે પણ મોરબી નજીકનો એક એવો વિસ્તાર કે હોળીના દિવસે થમ્સઅપ, સ્પ્રાઈટ, વેફર સહિતની વસ્તુઓની હરરાજી કરી ઊંચી કિંમતમાં વહેંચવામાં આવે છે..

હોળીના દિવસે રાત્રે 2 વાગ્યા સુધી આ વસ્તુઓની કરવામાં આવે છે હરરાજી..

રોલા-રાતડીયા તેમજ આજુબાજુની વાડી વિસ્તારના લોકો એક સ્થળે એકત્ર થઈ હોળીના દિવસે આ પ્રકારની અનોખી હરરાજી કરવામાં આવે છે. જેમાં ઘણા વર્ષોથી આ પ્રકારની હરાજીની પ્રક્રિયા અવિરત ચાલુ છે.

આ હરરાજીમાં લોકો કેમ ઊંચા ભાવે વસ્તુની ખરીદી કરે છે?
મોરબી નજીકના રોલા-રાતડીયા તેમજ આજુબાજુની વાડી વિસ્તારના સતવારા સમાજ દ્વારા આ હરાજીની પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાં રાત્રે હોલિકા દહનનો કાર્યક્રમ પૂર્ણ કરી ત્યારબાદ રાત્રે ૧૧ વાગ્યે હરરાજી કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આ હરરાજીમાં વસ્તુ લેવા માટે લોકોની પડા પડી થાય છે અને જે ઊંચા ભાવે માંગણી કરે તેમને વસ્તુ આપવામાં આવે છે. આ પ્રકારે હરરાજી કરી 5 થી 7 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવે છે.

આ એકત્ર કરેલ રૂપિયાનું શું કરવામાં આવે છે?
આ પ્રકારે રૂપિયા એકત્ર કરી ગાયોને ઘાંસચારો, ટાબર જમાડવી તથા વાળી વિસ્તારમાં સેવા કાર્યોમાં આ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાંના લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ પ્રકારે હરરાજીમાં રૂપિયા આપી વસ્તુ ખરીદી અમે ધન્યતા અનુભવીએ છીએ. આ હરરાજીમાં બે હજારથી વધુ લોકો જોડાય છે અને રાત્રે 2 વાગ્યા સુધી આ હરરાજીની પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે. ખરેખર આ પ્રકારે હરરાજી કરી રૂપિયા એકત્ર કરવાની કામગીરીએ સૌ સમાજ માટે પ્રેરણાદાયી છે.

You Might Also Like