ટંકારામાં મુસ્લિમ સમાજના માતમના પર્વ મોહરમને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તાજીયા કમિટી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 29 જુલાઈને શનિવારે રાત્રે માતમ ચોકમાં કલાત્મક તાજીયા પડમા આવશે. રવિવારે સવારે દયાનંદ ચોકમાં અને બપોર બાદ ઝુલુસ નિયત કરેલ રૂટ ઉપર નિકળશે.

એક અઠવાડિયાથી કરબલાની સહાદતને યાદ કરી પ્યાસ બુઝાવવાના આશ્રય સાથે ટંકારામાં જુદી જુદી ડ્રઝનેક છબીલોમા ઠંડું પિણુ લચ્છી નાસ્તો કરાવવામાં આવી રહો છે.

ટંકારા તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઈ ઈશાભાઈ અબ્રાણી, સલીમ ભાણું પેઇન્ટર, સલમાન કુરેશી, ઇસુબ શાહમદાર, મુસ્તુફા મહેસાણીયા, નજીર ભૂંગર, જાવીદ શાહમદાર, ઇમરાન ઘાંચી, બસીર, હનીફ મુસાફર, રફીક, ગનીભાઈ, સમીર,મકબુલ, એહમદ માડકિયા, મિસ્ત્રી ડાડા સહિતના યુવાનો જહેમત ઉજવી રહ્યા છે. જ્યારે શહેર શુશોભન અને તૈયારી ઈરફાન ડાડા, એડ્વોકેટ સિરાઝ અબ્રાણી, ફિરોજ અપને, બાબુભાઈ મશિનવાળા સલિમભાઈ અબ્રાણી છાપરી વાળા સહિતના યુવાનો દ્વારા તૈયારી પુર્ણ કરી દીધી છે. તહેવાર અનુસંધાને ટંકારા પોલીસ દ્વારા રૂટ પર ફ્લેગમાર્ચ યોજી કાયદો વ્યવસ્થા અંગે મિટીંગ યોજી હતી.

You Might Also Like