બોર્ડની પરીક્ષાનું સેન્ટર શાળાઓમાં ગોઠવતા આવતીકાલથી અનેક શાળાઓમાં મીની વેકેશન, વાલીઓમાં ચિંતાનો માહોલ
બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થાય છે, જેનું સેન્ટર જે તે શાળાને આપેલ છે તે શાળામાં પ્રાથમિકના વિદ્યાર્થીઓને ઘણા લાંબા સમયની રજા શાળામાં રહેશે, પ્રાથમિકના વિદ્યાર્થીઓને એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ વાર્ષિક પરીક્ષા છે તેને લઈને પ્રાથમિકના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાનું રિવિઝન કરવાનો પૂરતો સમય ન મળતો હોવાના કારણે વાલીઓ ખૂબ ચિંતામાં છે.
દર વર્ષ કરતાં આ વર્ષે બોર્ડની પરીક્ષા એક અઠવાડિયું મોડી લેવામાં આવી છે જેને લઈને એક અઠવાડિયા નો રિવિઝન નો સમય પ્રાથમિક ના વિદ્યાર્થીઓને કપાય છે. ખાસ કરીને પરીક્ષાના આગળના દિવસો રિવિઝન માટે ખૂબ જ અગત્યના હોય છે, જો કોર્સનું રિવિઝન જ નહીં થાય તો વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારી કઈ રીતે કરશે પરીક્ષાના આગળના દિવસોમાં એક એક અઠવાડિયું વિદ્યાર્થીઓને શાળામાં રજા હોય તો રિવિઝન કઈ રીતે થઈ શકે આ સહિતની અનેક ચિંતાઓ વાલીઓ અને શિક્ષકોના મનમાં છે.