દીપાવલી પર્વને ધ્યાને લઈને મોરબી માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૯ થી તા. ૦૫-૧૧ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે

 

મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર દિવાળી પર્વ નિમિતે આગામી તા. ૨૯-૧૦ થી તા. ૦૫-૧૧ સુધી માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે જેથી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે તા. ૨૮ ને સોમવારે સવારના ૧૦ સુધી જ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે તા. ૨૯ ને મંગળવારે પડતર માલની હરાજી કરવામાં આવશે તા. ૨૯ થી તા.૦૫ સુધી કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહિ તા. ૦૫-૧૧ ને મંગળવારના સાંજે ૪ કલાકથી જણસીની ઉતરાઈ ચાલુ કરવામાં આવશે અને તા. ૦૬ ના રોજ બુધવારે લાભ પાંચમથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરુ કરાશે જેની તમામે નોંધ લેવા જણાવ્યું છે

You Might Also Like