ICDS ટંકારા દ્વારા પોષણ ઉત્સવ - 24 અંતર્ગત ICDS

ટંકારાના નસિતપર આંગણવાડી કેન્દ્ર ખાતે મિલેટ /THRમાંથી બનતી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન કડીવાર ચંદ્રિકબેન, સરપંચ રમેશભાઈ કુંડારિયા, અગ્રણી નાથુભાઈ કડીવાર, ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમ્યાન કુલ 170 જેટલા લાભાર્થીઓએ હજાર રહી પૈકી 88 સ્પર્ધકોએ ભાગ લઈ વાનગીઓ બનાવી હતી. જેમાંથી મિલેટ /THR વાનગીના 3 - 3 નંબર મેળવનાર વિજેતાને ઈનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં દેસાઈ ભગવતીબેને પ્રથમ, દેત્રોજા જલકબેને બીજો, અને અઘારા પ્રવીણાબેને ત્રીજો નંબર મેળવ્યો હતો. તેમજ મિલેટ સ્પર્ધામાં ઘેટિયા પૂજબેને પ્રથમ, ભગિયા મિતલબેને બીજો અને કડીવાર વિભાબેને ત્રીજો નંબર મેળવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ટંકારના CDPO તેજલ દેકાવાડીયા, લજાઈના મુખ્ય સેવિકા, ટંકારા ઘટક સ્ટાફ તથા વર્કર અને હેલ્પરે જહેમત ઉઠાવી હતી.

મહત્વનું છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રીઓનું આરોગ્ય સુધરે અને રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે માટે મિલેટ /THRના પ્રચાર - પ્રસાર અર્થે પોષણ ઉત્સવ - 24નું આયોજન કરવા જણાવેલું છે.

You Might Also Like