મોરબીવાસીઓએ માટે શુભ સમાચાર છે. મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-2 ડેમ 70% ભરાઈ ગયો છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

` આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા દિવસથી અવિરત મેઘકૃપા વરસતા તેમજ ઉપરવાસમાં પણ સારા વરસાદે ને લીધે મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ -2 ડેમમાં પાણીની આવક ચાલુ છે. સિંચાઈ વિભાગના આંકડા મુજબ મચ્છુ – 2 ડેમમા હાલમાં 758 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે ડેમ 70 % ભરાઈ જતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેથી ડેમીની નીચાણવાળા ગામોને નદીના પટમાં ના જવા માટે પણ સુચના આપવામાં આવી છે.

મોરબીમાં મેઘકૃપા, મચ્છુ ડેમ છલોછલ થવાની તૈયારીમાં, બગાવડા ઓવરફલૉ,  heavy-rain-in-morbi-machhu-dam-overflows

જેમાં મોરબી તાલુકાના જોધપર,લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા,ગોરખીજડીયા,માંનસર,નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ,નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, અને માળીયા તાલુકાના વિરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળીયા-મીંયાણા ૨૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

You Might Also Like