ટંકારા પંથકમાં મોબાઇલ વાન મારફતે લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયા
: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અમદાવાદ દ્વારા મોબાઈલ લીગલ સર્વિસીઝ યુનિટ/વાન મારફતે ટંકારાની ન્યુ વિઝન સ્કૂલ, વાઘગઢ તથા મેઘપર (ઝાલા) ગામ મુકામે લીગલ અવેરનેસ કાર્યક્રમો કરવામાં યોજવામાં આવ્યા હતા. જેમાં અંતરીયાળ ગામોમાં લોકોને કાનૂની સહાય વિશે માહિતી આપી અવગત કર્યા હતા. લીગલ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત કાનૂની સહાયની જરૂરિયાત વાળા લોકોને ન્યાય મળી રહે તેના અન્વયે મોબાઈલ લીગલ સર્વિસીઝ યુનિટ/વાન લીગલ સર્વિસ ઓથોરિટી ના સ્ટાફ તથા ટંકારા ખાતેના લીગલ પેનલ એડવોકેટ તથા પી.એલ.વી.એ જહેમત ઉઠાવી હતી.

