સહાયથી વંચિત રહી ગયેલા ખેડૂતો ને સહાય ચૂકવવા ભારતીય કિસાન સંઘની રજુઆત
તા.૨૨ થી ૩૦ ઓગષ્ટ ૨૦૨૪ અને ઓકટોમ્બર માસમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે આર્થિક નુકશાન ભોગવવું પડ્યું છે. ભારે વરસાદને કારણે બાગાયત પાક તથા ખેતી પાકને વ્યાપકપણે નુકશાન પહોચ્યું છે. સૌરાષ્ટ્ર સહિતના કેટલાય વિસ્તારોમાં આ વખતે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો છે તો ઓગષ્ટ અને ઓકટોમ્બર મહીનામા પડેલ ભારે વરસતાં કમોસમી વરસાદે ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છીનવ્યો, છે. કાપણીના સમયે જ માવઠુ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે
હાલ સરકાર દ્વારા ઓગષ્ટ માસની જે સહાય ચૂકવવામાં આવી છે તે સારી બાબત છે પણ મોરબી જિલ્લા ની અંદર ધણા બધા ખેડૂતો આ સહાય થી વંચિત રહી ગયેલ છે તો ભારતીય કિશન સંધની માંગ છે કે બાકી રહી ગયેલ બધા ખેડૂતોને વળતર આપવા આવે તો ખેડૂતોને સાચો ન્યાય મળે તેમ છે તો આપ સાહેબને વિદિત થાય કે યોગ્ય તપાસ કરીને મોરબી જિલ્લાને ૧૦૦% લીલો દુષ્કાળ જાહેર કરવો જોઇએ.
હાલ સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટર ની કામગીરી કરવામાં આવે છે તેનું સર્વર કાયમ બંધ હોય છે તો ખેડૂતોને ઘણી મુશ્કેલી ની સાથે આર્થિક સંકટ ઉભુ થયેલ છે. તો અમારી આપશ્રી સાહેબ ને નમ્ર વિનંતી છે કે આપના દ્રારા વિભાગને યોગ્ય કાર્યવાહી કરવાના જરૂરી આદેશ કરવામાં આવે તેવી અમારી ભારતીય કિસાન સંઘ ની ખાસ રજુઆત છે.
