શકત શનાળા ગામે તાંત્રિક વિધિના નામે એક ઇસમેં સોનાના દાગીના અને ૫૦ હજાર રોકડ સહીત કુલ રૂ ૩.૩૦ લાખની છેતરપીંડી આચરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને સોનાના દાગીના સહીત કુલ રૂ ૪.૬૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય એક આરોપીને પણ ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

 

શકત શનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયાએ ગત તા. ૧૮-૧૦ ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી નીલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ધંધો રોજગાર બરાબર ચાલશે કહીને વિશ્વાસ કેળવી ધાર્મિક વિધિના બહાને સોનાનો ચેન, સોનાની બુટી, સહિતના દાગીના અને રોકડ રૂ ૫૦ હજાર મળીને કુલ રૂ ૩.૩૦ લાખની છેતરપીંડી આચરી હતી જે બનાવ મામલે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી એ ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે આરોપી નીલેશગીરી ગોસાઈ હાલ જુના રાસંગપર ગામે હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લીધો હતો

 

જે આરોપી પાસેથી ડાયમંડ વાળી સોનાની રીંગ કીમત રૂ ૧૨,૦૦૦ સોનાની જાળી વાળી બુટી જોડી ૧ કીમત રૂ ૨૩,૦૦૦ સોનાનો પારા વાળો ચેઈન નંગ ૧ કીમત રૂ ૫૩,૯૦૦ એક મંગલસૂત્ર કિંત રૂ ૬૫,૭૦૦ સોનાનું પેન્ડલ કીમત રૂ ૧૯ હજાર, સોનાનું નાનું પેન્ડલ કીમત રૂ ૬૦૦૦ સોનાની ડાયમંડ વાળી બુટી નંગ ૦૧ કીમત રૂ ૬૯૦૦, સોનાના ઢાળ નંગ ૨ કીમત રૂ ૨.૮૦ લાખ સહીત કુલ રૂ ૪,૬૬,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે ઝડપાયેલ આરોપીએ ફરિયાદી ભરતભાઈ સહીત કુલ ૧૨ જેટલા માણસોને પોતાની વાતોમાં ફસાવી વિધિ કરવાના બહાને ચીટીંગ કર્યાની કબુલાત આપી છે

 

દાગીના અડાણે મૂકી રૂપિયા મેળવી રૂપિયા વાપરી નાખતો

આરોપી વિધિના બહાને સોનાના દાગીના મેળવી બાદમાં શનાળા ગામે રહેતા ચંદ્રસિંહ બટુકભા ઝાલાને અડાણે આપી રૂપિયા મેળવી તે રૂપિયા વાપરી નાખતો હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી ચંદ્રસિંહ બટુકભા ઝાલા (ઉ.વ.૪૩) રહે શકત શનાળા ગામ તા. મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

You Might Also Like