નવી જંત્રીનું અમલીકરણ શરૂ, 3121 અરજીઓ હજી પણ પેન્ડિંગ
આજથી રાજ્યમાં નવી જંત્રીનું અમલીકરણ શરૂ થવાનું છે. ત્યારે નવા જંત્રી દર અમલમાં આવતાં જમીનની કિંમત અને પ્રીમિયમના દરમાં પણ વધારો થશે. જેથી જૂની જંત્રી અને પ્રિમયમે જમીન NA કરાવવા કલેકટર કચેરીમાં ફાઈલોનો ઢગલો થયો છે. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં છેલ્લા ત્રણ મહિનામાં જમીનને લગતી કુલ 7549 અરજીઓ મળી છે. નવા દર અમલી બને તે પહેલાં લોકોએ જમીન NA કરાવવા ધસારો કર્યો છે. જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીઓ અને જિલ્લા કલેકટર 15 એપ્રિલ સુધી મોટા ભાગે આ જ કામમાં વ્યસ્ત છે. 7549 અરજીઓમાંથી 4428 અરજીઓનો નિકાલ થઈ ચૂક્યો છે. જ્યારે 3121 અરજીઓ હજી પણ પેન્ડિંગ છે.