ક્રિકેટ રમતા યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતાં કોંગ્રેસ પ્રવક્તાની આરોગ્ય મંત્રીને ભલામણ : SITની રચના કરો
રાજ્યમાં યુવાઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ કોંગ્રેસ પ્રવક્તા નિદત્ત બારોટે આરોગ્ય મંત્રીને પત્ર લખી એસ આઈ ટી રચવાની માગ કરી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. નિદત્ત બારોટેએ પત્રમાં લખ્યું છે કે, છેલ્લા થોડા સમયમાં રાજકોટ સહિત રાજ્યના ધણા વિસ્તારમાંથી યુવાનોના હોર્ટ એટેકના સમાચાર મળી રહ્યાં છે. મેદાનોમાં હસતો રમતો યુવાન અચાનક હાર્ટ એટેકનો શિકાર બને અને હોસ્પિટલ સુધી પણ ના પહોંચી શકે આ સામાન્ય ઘટના ગણવી નહી.