વેરિઅન્ટ XBB.1.16ને લઈને ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે નવા વેરિઅન્ટ લઈને ગભરાવાની જરૂર નથી, કારણ કે આનાથી ગંભીર બીમારી અથવા મૃત્યુનો કોઈ ખતરો નથી.

  • કોરોના સાથે ટેવ પાડી દ્યો
  • નવા વેરિયન્ટ આવતા રહેશે. ગભરાવવાની જરૂર નથી.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ બુધવારે જણાવ્યું હતું કે કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ XBB.1.16 આ સમયે સંક્રમણના કેસમાં વૃદ્ધિ માટે જવાબદાર હોઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આનાથી ગંભીર બીમારી અથવા મૃત્યુનો કોઈ ખતરો નથી. ગુલેરિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, "નવા વેરિઅન્ટ આવતા રહેશે, કારણ કે સમયની સાથે વાયરસના નવા રૂપ આવતા રહે છે અને XBB.1.16 એક રીતે આ જૂથનો નવો સભ્ય છે."

ડૉ. ગુલેરિયાના જણાવ્યા અનુસાર, વાયરસ સમય સાથે પરિવર્તિત થાય છે અને આ કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝા બંનેની સાથે થાય છે. તેમણે કહ્યું હતું કે, “આપણે યાદ કરીએ કે જ્યારે કોવિડનો પ્રકોપ શરૂ થયો હતો ત્યારે તે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન સ્વરૂપો સાથે થયો હતો. આ રીતે વાયરસ બદલાતો રહ્યો. જો આપણે છેલ્લા એક વર્ષ પર નજર કરીએ તો આવા વેરિઅન્ટ સામે આવ્યા છે જે ઓમિક્રોનના જ સબ-વેરિઅન્ટ છે. તેથી એવું લાગે છે કે વાયરસ અમુક અંશે સ્થિર થઈ ગયો છે અને ભૂતકાળની જેમ ઝડપથી બદલાઈ રહ્યો નથી.''

  • નવી લહેર આવની શક્યતા નહિવત

ગુલેરિયાએ કહ્યું કે, "તમે કેસોમાં વધારો જોઈ શકો છો, પરંતુ બની શકે છે કે તે સામે જ ન આવે કારણ કે શરૂઆતમાં લોકો ખૂબ જ સાવચેત હતા અને ટેસ્ટ કરાવતા હતા." તેમણે કહ્યું હતું કે, "હવે તાવ-શરદી-ખાંસીના લક્ષણો હોવા છતાં પણ મોટાભાગના લોકો ટેસ્ટ કરાવતા નથી. કેટલાક લોકો રૈપીડ એન્ટિજેન ટેસ્ટ કરાવે છે અને સંક્રમણની પુષ્ટિ થયા પછી પણ તેના વિશે જણાવતા નથી." ડૉ. ગુલેરિયાએ સલાહ આપી કે જે લોકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિ આવે તેવા લોકોએ જાણકારી આપવી જોઈએ, જેનાથી સરકારને કેસની વાસ્તવિક સંખ્યા જાણવામાં અને તે મુજબ વ્યૂહરચના બનાવામાં મદદ મળે.

You Might Also Like