ટંકારા તાલુકાના હડમતિયા ગામ સમસ્ત અક્ષત કળશનું સામૈયું તથા શોભાયાત્રા યોજાઈ

શ્રી રામ જન્મભૂમિ ભવ્ય મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ  નિમિત્તે આવેલા અક્ષત (ચોખા) કળશનાં સામૈયા હડમતીયા ગામે ધામધૂમથી કરવામાં આવ્યા હતા ઢોલ નગારાના તાલે ઝૂમીને ભક્તોએ અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કર્યું હતું તો દીકરીઓએ સામૈયા કરી વધામણા કર્યા હતા

તેમજ હડમતીયા જુના ગામના રામજી મંદિરથી ભવ્ય યાત્રા યોજાઈ હતી જે જુના ગામના રામજી મંદિરથી નવા પ્લોટના મેઈન ગેટ, નવા પ્લોટના રામજી મંદિર સુધી પહોંચી હતી યાત્રામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા

You Might Also Like