ગુજરાતનું કચ્છ ભૂકંપથી ધ્રૂજ્યું રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.5ની તીવ્રતા
ગુજરાતના કચ્છમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજી તરફ હરિયાણાના ઝજ્જરમાં શુક્રવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ઝજ્જરમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી, જ્યારે કચ્છમાં તેની તીવ્રતા 4.5 હતી. ઝજ્જરમાં બપોરે 12:29 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી આઠ કિમી નીચે હતું.

NCS મુજબ, કચ્છના દુધઈમાં રાત્રે 8:45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિમી દૂર હતું. ભૂકંપના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. ગુરુવારે રાત્રે 12:18 વાગ્યે દુધઈમાં પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.