રાજ્યમાં વરસાદની તીવ્રતા યથાવત છે. ગુરુવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 229 મીમી (9.15 ઇંચ) વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં નોંધાયો હતો. જેના કારણે બધે માત્ર પાણી જ દેખાય છે. ખેતરો અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બીજી તરફ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 159 મીમી, માંગરોળમાં 124, માણાવદરમાં 101 મીમી, પોરબંદર શહેરમાં 158, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 130, રાજકોટના જામકંડોરણામાં 118, જામનગરમાં 114, જામનગરમાં 114 મીમી વરસાદ નોંધાયો છે. જામજોધપુરમાં 111, ભાવનગરમાં 104, મહુવામાં 101, જૂનાગઢના માણાવદરમાં 101 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 100 (ચાર ઇંચ) વરસાદ નોંધાયો હતો. છ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ, 12 તાલુકાઓમાં બે ઈંચથી વધુ અને અન્ય તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. અગાઉ, ગુરુવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં સૌથી વધુ સાડા તેર ઈંચ (341 મીમી) નોંધાયો હતો.

9 dead in Gujarat due to rains; heavy shower forecast for Odisha, WB raise  flood fear : The Tribune India

59 ટકાથી વધુ વરસાદ

ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં મોસમનો 59.11 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 30 વર્ષના વરસાદના આધારે, રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદ 877 મીમી છે. જેની સરખામણીમાં અત્યાર સુધીમાં 518 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 તાલુકાઓ એવા છે કે જ્યાં 1000 મીમી (40 ઇંચથી વધુ) વરસાદ થયો છે.

જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ 118 ટકા વરસાદ

રાજ્યના 33 જિલ્લાઓ પૈકી જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 118 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં 112 ટકા અને ગીરસોમનાથ જિલ્લામાં 107 ટકા વરસાદ નોંધાયો છે. અન્ય જિલ્લાઓમાં રાજકોટ 91, જામનગર 87, બોટાદ 74, પોરબંદર 73, ભાવનગર 70, અમરેલી 69, સાબરકાંઠા 64, દેવભૂમિ દ્વારકા 63, સાબરકાંઠા 58, વલસાડ 57, પાટણ 56, નવસારી 55, મોરબી 55, સુરેન્દ્રનગર 552, મહેન્દ્રનગર 552 મહેસાણામાં 49, પંચમહાલમાં 48, સુરતમાં 47, ડાંગમાં 47, અમદાવાદમાં 46, છોટા ઉદેપુરમાં 46, અરવલ્લીમાં 45, તાપીમાં 44, ભરૂચમાં 43, ગાંધીનગરમાં 42, વડોદરામાં 40, નર્મદામાં 36 અને સૌથી ઓછો દાહોદ જિલ્લામાં 33 ટકા વરસાદ નોંધાયો છે. .

You Might Also Like