મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા સર્જનમ ફાર્મમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરાશે
મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા સર્જનમ ફાર્મમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરાશે.
મોરબી : મોરબીમાં લિલાપર કેનાલ રોડ પર આવેલા સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા. 19 સપ્ટેમ્બરના અને સમાપન તા. 28 સપ્ટેમ્બરના થશે. આ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં લાભ લેવા ગણેશ મહોત્સવના આયોજક પટેલ ગ્રુપ એ નિમંત્રણ પાઠવ્યું છે.