ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઇટ પર મુકાઇ, વિદ્યાર્થીઓ આજથી કરી શકશે ડાઉનલોડ
ગુજકેટ ૨૦૨૩ની પરીક્ષાની હોલ ટીકીટ જાહેર થઈ છે જે ફક્ત ઓનલાઈન મધ્યમમાં મૂકાંઈ હોવાથી પરિક્ષાર્થીઓને આજથી જ ડાઈનલોડ કરવા અનુરોધ કરાયો છે. 3 એપ્રિલના રોજ યોજાનાર આ પરીક્ષા 1.30 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. જે તા.૦૩ એપ્રિલને સોમવારના રોજ યોજાશે. ત્યારે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૩ની-પરીક્ષાની હોલ ટીકીટ ફક્ત ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે. જેને લઈને ગુજકેટ-૨૦૨૩ ની પરીક્ષાના તમામ ઉમેદવારોએ વાલીઓ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોએ નોંધ લેવા જણાવ્યું છે. અને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
