અમદાવાદ શહેર અને ગુજરાતના અન્ય ભાગોમાં બુધવારથી ભારે વરસાદ થવાની સંભાવના છે, રવિવારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે શહેરમાં મહત્તમ તાપમાન 35C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7C વધારે હતું.

આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
આગાહી મુજબ સોમવારે નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ બાદ બુધવારે નર્મદા, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક વરસાદ પડશે. નોંધનીય છે કે, રવિવારે દાહોદમાં સાંજના 6 વાગ્યા સુધી 36 મીમી અને ધોલેરા અને ગરબાડામાં 31 મીમી વરસાદ નોંધાયો હતો.

53 mm of rain lashes Mahuva, light rain in Gujarat likely during Navratra  festival | Skymet Weather Services

કઈ તારીખે ક્યાં પડશે વરસાદ?

17 જુલાઈ: દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર અને દીવમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ દરમિયાન 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

18 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

19 જુલાઈ: નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

20 જુલાઈ: નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાડ પડી શકે છે.

21 જુલાઈ: સુરત, નવસારી, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

Heavy rain predicted till August 22, Gujarat on alert | Ahmedabad News, The  Indian Express

ભારે વરસાદથી સુરત પાણી-પાણી

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. દરમિયાન સુરતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. સારોલીના ટેક્સટાઇલ હબને ખાસ કરીને ભારે ફટકો પડ્યો હતો, જેમાં કાપડ વહન કરતી ટ્રકો ટ્રાફિક જામમાં ફસાઈ હતી. પાણી ભરાવાને કારણે શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે લોકોને ફરવું મુશ્કેલ બન્યું હતું. ટેક્સટાઇલ ઉદ્યોગ અને તેમની આજીવિકા પર અસર થવાના ડરથી, પાણીનો ભરાવો વધુ ખરાબ થતાં સ્થાનિકો ડરી ગયા હતા.

You Might Also Like