અંતિમ રસ્તો : પાલિકાની તિજોરી ભરવા નોટિસો ફટકારવાની કરી શરૂ
ઘણા સમયથી ખાલીખમ રહેલી મોરબી નગરપાલિકાએ કર ન ભરેલ કરદાતાઓને નોટિસ ફટકારવામાં શરૂ કરી તિજોરી ભરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં મોરબીના કરદાતા આસામીઓને પોસ્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 15 હજાર જેટલી નોટિસ આપવામાં આવી છે. જ્યારે રહેણાંક 63,733 અને બિન રહેણાંક એટલે કોર્મોશિયલ 23173 નોંધાયેલા હોય એ તમામને નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. જો કે દર વર્ષે પાલિકા તંત્ર કરવેરાની આકરાણી કરવા છેલ્લી ઘડીએ ધોકો પછાડતું હોય છે. પણ આ વખતે ખાલી તિજોરી ભરવા આ એક જ ઉપાય બચ્યો હોય અત્યારથી કમર કસવામાં આવી છે.