ટંકારા તાલુકાના સજનપર ગામની શ્રી સજનપર પ્રાથમિક શાળામાં EVM એપ થી બાળ સંસદની ચૂંટણી યોજાઈ
*ટંકારા તાલુકાના સજનપર ગામની "શ્રી સજનપર પ્રા. શાળામાં EVM એપથી બાળ સંસદ ચુંટણી યોજાઈ*
આજરોજ શ્રી સજનપર પ્રા. શાળામાં *બાળ સંસદ-2023* ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસના ભાગરૂપે બાળકો જુદી જુદી ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એવા હેતુથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આપણા દેશમાં યોજાતી જુદી જુદી ચૂંટણીઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે કઈ રીતે પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે તેની સમગ્ર માહિતી શાળા કક્ષાએ લાઈવ ચૂંટણી ગોઠવી સમજાવવામાં આવ્યું. આ બાળ સાંસદની ચૂંટણીમાં ધો. 6 થી 8 ના બાળકોમાંથી ઉમેદવારો પસંદ કરી ખાસ EVM APP ના ઉપયોગથી બધા બાળકોએ મતદાન કર્યું જેથી EVM ના ઉપયોગની બાળકોને સમજૂતી મળી રહે.
બાળકોએ પોતે જ ચૂંટણી ફરજ પરના કર્મચારી તરીકે કામ કર્યું.
સમગ્ર કાર્યક્રમમાં બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયથી વાકેફ થયા.
સમગ્ર કાર્યક્રમનું *આયોજન શાળાના શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી.* એ કર્યું હતું અને તમામ શિક્ષકોએ તેમને સહકાર આપેલ. શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના *આચાર્ય શ્રી અલ્પેશભાઈ પુજારા* એ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.