મોરબી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેગા વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો  તો એમ વી એક્ટ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હોવાની માહિતી માંલીચે

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ટાઉન વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર મેગા વાહન ચેકિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી-તૂટેલી નંબર પ્લેટ, ફોર વહીલ કારમાં ડાર્ક ફિલ્મ લાગવાડેલ હોય તેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જીલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ૧૫૯૭ વાહન ચેક કરવામાં આવેલ તેમાં માલિકીના આધાર પુરાવા વગરના-શંકાસ્પદ ટુ-વ્હીલર-ફોર વ્હીલર એમ કુલ ૮૯ વાહનો એમવી એક્ટ મુજબ કબજે કરવામાં આવ્યા હતા.તેમજ ટ્રાફિકના નીયમોનું ભંગ કરનાર ૨૫૦ વાહન ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી તો ૧,૧૮,૨૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.ફોર વ્હીલમાં બ્લેક ફિલ્મ લાગ્ડેલ ૩૬ વાહન ચાલકોને સમાધાન શુલ્ક કેશો કરવામાં આવેલ તો એચએસઆરપી નંબર પ્લેટબગરના ૩૨ વાહન ચાલકો અને નંબર પ્લેટવગર-ફેન્સી-તૂટેલી નંબર પ્લેટ વાળા ૮૦ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તો ડ્રંક એન્ડ ડ્રાઈવ અંગે પણ એક ગુન્હો નોંધવામાં આવ્યો હોવાની માહિતી જીલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી છે તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે

You Might Also Like