રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં 4 થી 8 માર્ચ સુધી પડી શકે છે માવઠું અને ત્યારબાદ માર્ચમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે.

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. સવારે ઠંડી અને બપોરે ધોમ ધખતો તાપ પડતાં હાલ બિમારીનું પણ પ્રમાણ વધ્યું છે, ત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ધરતીપુત્રોમાંમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

You Might Also Like