ટંકારા અને વાકાનેરમાં નવા ભાજપ પ્રમુખ જાહેર કરવામાં વિલંબ
ચર્ચાતી વિગત અનુસાર સંગઠન માટે ઉમર મર્યાદા નક્કી કર્યા બાદ ટંકારા તાલુકાના સંગઠન માટે સૌથી આગળ ચાલતા બે નામ કલ્યાણપરના પૂર્વ સરપંચ દિનેશભાઈ વાધરિયા અને વિરપરના સરપંચ મહેશભાઈ લિખિયામાથી કોઈની પસંદગી થવાની હતી.
પરંતુ આ પંસદગી સાઈડમાં રાખી નવા નિયમો મુજબ પ્રકિયા કરી હતી. જેમા નવો ચહેરો અને સંગઠન સંભાળી શકે તેવી કાબેલિયતની તલાસ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ટંકારા શહેર પ્રમુખ નિમવા માટે કોઈ પણ પ્રકિયા થઈ નથી.અહીં નગરપાલિકાનું માળખું તૈયાર થાય પછી સંગઠન તૈયાર કરવા ઉપર ભાર મુકાઈ શકે છે.