અમદાવાદમાં IPLની ઓફલાઈન ટિકિટને લઇ વિવાદ, ક્રિકેટ ચાહકોને નથી મળતી ટિકિટ
સવા લાખની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટ ન મળતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે.
અમદાવાદમાં IPLની ટિકિટ મળતી નથી જેને લઈ ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના SG હાઈવે પર આવેલું BOX ઓફિસ બંધ છે. BOX ઓફિસ બંધ હોવાથી ક્રિકેટ ચાહકોએ હોબાળો કર્યો છે. હોબાળાને લઇ વસ્ત્રાપુર પોલીસ SG હાઈવે પરના BOX ઓફિસે પહોંચી છે. 31 માર્ચના રોજ અમદાવાદમાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની લઈ ક્રિકેટ ચાહકોમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ વચ્ચે આ પ્રથમ મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોને પ્રથમ મેચની ટિકિટ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે પ્રથમ મેચ
આ વખતે IPLમાં ઓપનિંગ મેચ અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.
IPL 2023ના ગ્રુપ
ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ.
ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.
કઈ કઈ જગ્યાએ રમાશે મેચ?
IPL 2023ની મેચો કુલ 12 સ્થળો પર રમાશે. આ વખતે ગુવાહાટી, ધર્મશાળામાં પણ IPL મેચો યોજવાની છે. આ વખતે મેચો અમદાવાદ, મોહાલી, લખનઉ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે.