મોરબીના ગ્રાહકની બે કારનું વળતર ચૂકવવા કંપનીને ગ્રાહક અદાલતનો હુકમ
કેસની વિગત જોઈએ તો મોરબીના વતની અનવરભાઈ અલારખાભાઈ કાસમાણીએ એમજી મોટર્સ ઈન્ડિયા પ્રા. લિ. કંપનીની એમજી હેક્ટર અને MGZSEV ઇલેક્ટ્રિક કાર રાજકોટના ડીલર જય ગણેશ ઓટો કાર પ્રા. લિ. પાસેથી ખરીદી હતી. આ બંને કારમાં કંપની ફોલ્ટ હોય કંપની અને ડીલરને જાણ કરી હતી. પરંતુ કંપનીએ કોઈ સમસ્યાનું સમાધાન ન કરતા આ અંગેનો કેસ ગ્રાહક સુરક્ષા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે ગ્રાહકને બંને કારના 24,92,680 અને 18,19,543 રૂપિયા 9% ના વ્યાજ સાથે 35,000 ને 25,000 ના ખર્ચ સાથે ચૂકવવા એમજી મોટર્સ ઇન્ડિયા પ્રા. લિ. કંપનીને આદેશ કર્યો છે.