ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઇન્ટર મોરબી બેબી લીગ ફુટબોલ ટૂર્નામેન્ટ પૂર્ણ......
મોરબીમાં નામાંકિત એવી ગ્રીનવેલી સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની સ્કૂલના બાળકો માટે બેબી લીગ ફુટબોલ ફેસ્ટ ટૂર્નામેન્ટ કે જેમાં અંડર 8, 10, 12 અને 14 વયજુથ માં જિલ્લાની કુલ 37 ટીમો વચ્ચે રોમાંચક ફુટબોલ મેચો તા. 17.08.2023 થી તા. 19.08.2023 દરમ્યાન યોજાઈ ગઈ.

ત્રણ દિવસમાં સ્કૂલના ચાર ફુટબોલ મેદાન પર યોજાયેલ આ મેચોમાં વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકાની ટીમોએ ભાગ લીધેલ. સમગ્ર ટુર્નામેન્ટના સફળ સંચાલન બદલ શાળાના વ્યાયામ શિક્ષકોને સંસ્થાના ડાયરેકટર ધર્મેન્દ્ર ખાંડીવારે શુભકામનાઓ પાઠવી હતી.