ટંકારા તાલુકાના સજનપર ગામની "શ્રી સજનપર પ્રા. શાળામાં" શાળા કક્ષાએ બાળમેળો તેમજ જીવનકૌશલ્ય મેળાની ઉજવણી કરાઈ
તા. 9 અને 10 ઓગસ્ટના રોજ સરકારશ્રીની સૂચના મુજબ શાળામાં "બાલમેળો અને લાઈફસ્કીલ મેળા" નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધો. 1 થી 5 ના બાળકોએ વિવિધ પ્રવૃતિઓ જેવી કે રંગપુરણી, ચીટક કામ, માટી કામ, વિવિધ મોહરા બનાવવા, બાળવાર્તા વગેરેમા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ ધો. 6 થી 8 ના બાળકોએ જીવનકૌશલ્ય ને લાગતી પ્રવૃત્તિઓ જેવી કે ફ્યુઝ બાંધવા, ટાયર પંચર રિપેર કરવા, મહેંદી મુકવી, હેર સ્ટાઇલ, વેસ્ટમાંથી બેસ્ટ, મેદાન દોરવું વગેરેમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો જોડાયા હતા અને સાથે જ SMC ના અધ્યક્ષ, શિક્ષણવીદ તેમજ વાલીશ્રીઓ પણ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.